Ambalal and Paresh Goswami : પુનર્વસુ નક્ષત્ર કાલથી બેસી ગયું છે. ત્યારે અંબાલાલ પટેલ દ્વારા નક્ષત્ર પરથી આગાહી કરવામાં આવી છે. સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ વરાપ કઈ તારીખ સુધી રહેશે? વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે? તેને લઈ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યનાં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં વધુ વરસાદી ઝાપટા થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ગઈકાલે સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં આવતા ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા જોવા મળી શકે છે. આજે રાજ્યના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેલી છે.
આ પણ વાચો : પુનર્વસુ નક્ષત્ર પરથી અંબાલાલ પટેલની આગાહી, કઈ તારીખમાં અને ક્યાં વિસ્તારોમાં પડશે વરસાદ?
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 7 જુલાઈના રાજ્યના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા. કોઈ ભાગમાં વરસાદી છાંટા પડવાની પડી શકે છે. સૂર્ય કાળા વાદળમાં અથમવામાં જોવા મળશે. દેશના પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની શકયતા રહેલી છે. રાજ્યના મધ્યભાગોમાં વરસાદી છાંટા પડવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
9 થી 11 તારીખમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે 9 થી 11 જુલાઈના વરસાદની આગાહી કરી છે. 7થી 8માં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. તેની અસરના રૂપે 14 જુલાઈ સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. અષાઢી પાંચમે વીજળી થશે અને ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેશે. 14 અને 15 જુલાઈએ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદની શક્યતા રહેશે.
આ પણ વાચો : આજે રાત્રે 14 જિલ્લામાં સાવધાન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
રથયાત્રાનાં દિવસે વરસાદ પડશે?
7 જુલાઈએ અષાઢી બીજ છે. બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે. બીજના દિવસે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ક્યાંક છાંટા પડવાની આગાહી કરાઈ છે, રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા જોવા મળી રહી છે.
આ પણ વાચો : 5 થી 12 તારીખમાં નવો વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી
Ambalal and Paresh Goswami : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે જણાવ્યું છે કે, 9 જુલાઇ સુધી વરાપ જેવો માહોલ રહેવાની શક્યતા છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, 10 તારીખ સુધી વરસાદનો કોઇ સારો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાતી નથી. આ તારીખ સુધીમાં દક્ષિણ અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં સતત વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે. સુરત, વલસાડ, વાપી, આહવા, બીલીમોરા, ડાંગ જેવા વિસ્તારોમ અંકલેશ્વર, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, દાહોદ, ગોધરા અને મહીસાગર જિલ્લા માં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હાલ દેખાતી નથી.
ક્યાં ક્યાં વિસ્તારોમાં વરાપ થશે?
આ સાથે તેમણે કહ્યું છે કે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વરાપ લેવાની શક્યતા છે. હળવા કે છૂટાછવાયા ઝાપટાં પડશે તે અપવાદરૂપ ગણવાના રહેશે.
આ પણ વાચો : પુનર્વસુ નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? વરસાદના યોગ કેવા રહે?
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યુ કે, હાલ અનેક ભાગોમાં ગાઢ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે પરંતુ વરસાદ પડતો નથી. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, અરબી સમુદ્રમાંથી વરસાદી સિસ્ટમ આવતી હોય તેના વાદળોમાં 850 HP લેવલે હોય તો તે જ વાદળ વરસાદ વરસાવી શકે છે. જો આવા ગઢ વાદળો આનાથી વધારે ઊંચાઇ પર હોય તો તે આપણને વરસાદ આપી શકતા નથી. હાલ જે વાદળો છવાયેલા છે તે ઘણી ઊંચાઈ પર છે. જેથી આપણે આમાં વરસાદની આશા રાખી શકીએ નહિ.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આ સાથે તેમણે કહ્યું છે કે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વરાપ લેવાની શક્યતા છે. હળવા કે છૂટાછવાયા ઝાપટાં પડશે તે અપવાદરૂપ ગણવાના રહેશે.
7 જુલાઈએ અષાઢી બીજ છે. બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે. બીજના દિવસે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ક્યાંક છાંટા પડવાની આગાહી કરાઈ છે, રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા જોવા મળી રહી છે.