Ambalal Patel predicts : દેશમાં ચોમાસું પૂરજોશમાં વરસાદ વરસાવી રહ્યું છે. આવી સ્થિતિમાં કાશ્મીર સિવાય દેશભરમાં ભારે વરસાદનું એલર્ટ અપાઈ રહ્યા છે. હાલ દેશમાં કુલ 6 એવા પરિબળો સક્રિય થયા જેના લીધે જમ્મુ-કાશ્મીર, લેહ લદ્દાખ સિવાય આખા દેશમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ તમામ પરિબળોની ગુજરાતના હવામાન પર શું અસર થશે અને વરસાદની ગતિવિધિ કેવી જોવા મળશે?
4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ઉપરાંત ઓફ-શોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એમ એમ કુલ 6 પરિબળોના કારણે જમ્મુ-કાશ્મીર, લેહ લદ્દાખ સિવાય દેશભરમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : અષાઢી બીજનાં દિવસે થયેલ વીજળીના આધારે અંબાલાલ પટેલની વરસાદની આગાહી
ચોમાસાની ચાલુ સિઝનમાં કદાચ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે દેશના આટલા બધા રાજ્યોમાં એકસાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય.
દક્ષિણ ગુજરાતથી છેક ઉત્તર કેરળ સુધી ઓફ-શોર ટ્રફ હોવાથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : આજે રાત્રે 14 જિલ્લા સાવધાન, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel predicts : અંબાલાલ પટેલે અષાઢી બીજને દિવસે પડેલ વીજળીના આઘારે કરેલી આગાહીમાં જણાવ્યું કે, આકાશમાં વાદળો ઘેરાયેલા છે, અને અષાઢી બીજે પૂર્વ દિશામાં વીજળી ચમકી છે. જેથી હવે વરસાદ થવાની શક્યતા છે. 8, 9 અને 10 જુલાઇમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણાં વિસ્તારોમાં 1 ઈંચ કે તેથી વધુ વરસાદ થઇ શકે છે.
આ પણ વાચો : 10 તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ! પરેશ ગોસ્વામીની નવી આગાહી
આ સાથે અંબાલાલે સૌરાષ્ટ્રના વરસાદ અંગેની આગાહીમાં કહયું કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતના ભાણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શકયતા પણ છે. આ સાથે તારીખ 17 જુલાઈ પછી સારા વરસાદની શક્યતા અંબાલાલ પટેલ વ્યકત કરવામાં આવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અંબાલાલ પટેલે અષાઢી બીજને દિવસે પડેલ વીજળીના આઘારે કરેલી આગાહીમાં જણાવ્યું કે, આકાશમાં વાદળો ઘેરાયેલા છે, અને અષાઢી બીજે પૂર્વ દિશામાં વીજળી ચમકી છે. જેથી હવે વરસાદ થવાની શક્યતા છે.