LPG Cylinder eKYC : જો તમારી પાસે પણ LPG ગેસ સિલિન્ડર છે. તો આ ખાસ સમાચાર તમારા માટે જ છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ LPG ગેસ કનેક્શન લેનારાઓને મોટી રાહત આપી છે.
eKYC ફરજિયાત કરવી પડશે!
LPG ગેસ સિલિન્ડર માટે કેવાયસી જરૂરી છે પરંતુ સંબંધિત ગેસ એજન્સીઓમાં કરવાની જરૂરિયાત નિયમિત LPG ગ્રાહકોને માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. તેના પર હરદીપ સિંહ પુરીએ જવાબ આપ્યો કે ખોટા ખાતાઓને ખતમ કરવા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નકલી બુકિંગ રોકવા માટે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG ગ્રાહકો માટે eKYC લાગુ કરવામાં આવી રહ્યો છે. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે eKYCની પ્રક્રિયા 8 મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે.
આ પણ વાચો : LPG સિલિન્ડર સહિત પૈસા સંબંધિત 6 નિયમો 1 જુલાઈથી બદલાશે, જે તમામના ખીસ્સા પર કરશે અસર
ગ્રાહકો ડિસ્ટ્રીબ્યુટર શોરૂમનો પણ સંપર્ક કરી શકે છે
તેમણે કહ્યું કે આ કામનો હેતુ માત્ર એ સુનિશ્ચિત કરવાનો છે કે માત્ર અસલી ગ્રાહકોને જ LPG સેવા નો લાભ મળે. પ્રક્રિયા વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી પુરીએ એમ પણ કહ્યું કે ગેસ એજન્સીના કર્મચારી LPG સિલિન્ડરની ડિલિવરી સમયે ગ્રાહકના ડોક્યુમેન્ટ ની ચકાસણી કરે છે.
ગેસ સિલિન્ડરની ડિલિવરી કરનાર વ્યક્તિ તેના મોબાઈલ દ્વારા એક એપ દ્વારા ગ્રાહકના આધાર ઓળખપત્રને કેપ્ચર કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરમાં OTP પ્રાપ્ત થાય છે, જેનો ઉપયોગ કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. ગ્રાહકો તેમની અનુકૂળતા મુજબ વિતરકના શોરૂમનો પણ સંપર્ક કરી પોતાનું ekyc કરી શકે છે.
આ પણ વાચો : LPG સિલિન્ડરનાં ભાવમાં ઘટાડો, જાણો હવે કેટલી કિંમતમાં મળશે ગેસ સિલિન્ડર?
eKYC પૂર્ણ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી
LPG Cylinder eKYC : આ સિવાય એક વિકલ્પ પણ છે કે, ગ્રાહકો ઓઈલ માર્કેટિંગ કંપનીઓની એપ ઈન્સ્ટોલ કરીને પોતાની KYC પ્રક્રિયા જાતે પોતાના ફોનમાં જ પૂર્ણ કરી શકે છે. પુરીએ એમ પણ કહ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અથવા કેન્દ્ર સરકાર દ્વારા eKYC પૂર્ણ કરવા માટે કોઈ સમય મર્યાદા રાખી નથી. કંપનીઓ દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ કામ માટે ગ્રાહકે LPG ડિસ્ટ્રીબ્યુટરના શોરૂમની મુલાકાત લેવાની પણ જરૂરી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે ઓઈલ કંપનીઓ ગ્રાહકોને આશ્વાસન આપવા અને કોઈ પણ વાસ્તવિક ગ્રાહકને કોઈ સમસ્યા અથવા અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે આ બાબતે સ્પષ્ટતા પણ જારી કરી રહી છે.
અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
LPG ગેસ સિલિન્ડર માટે eKYC જરૂરી છે
LPG ગેસ સિલિન્ડરની eKYC પૂર્ણ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી