10 અને 11 તારીખમાં ભારે આગાહી
heavy rain : અરબી સમુદ્રમાં સાયક્લોનિક સીસ્ટમ સક્રિય થતાં ગુજરાતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ આગામી 2 દિવસ એટલે કે 10 અને 11 તારીખના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમ સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે
પૂર્વ ગુજરાતના મહિસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને નડીયાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આજે રાત્રે 18 જિલ્લા સાવધાન, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ઉતર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણ અને અરવલ્લી જિલ્લામાં મધ્યમ વરસાદ ની શક્યતા છે. તો સાથે સૌરાષ્ટ્ર – કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. બાકી રહેલા જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાચો : 10, 11 અને 12 તારીખમાં ભારે વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની નવી આગાહી
હવામાન વિભાગની આગાહી
heavy rain : હવામાન વિભાગે આજે 10 તારીખના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, સુરત, તાપી, પંચમહાલ, દાહોદ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
10 અને 11 તારીખના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમ સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે..