તમને PM કિસાન યોજનાનો 2000નો હપ્તો નહિ મળે? બદલાઈ ગયા નિયમો, ફટાફટ કરો આ કામ

18th installment : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 13માં હપ્તાથી બેંક ખાતાનું આધાર સીડિંગ – ડીબીટી એનેબલ કરાવવું તેમજ 15માં હપ્તાથી ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત કરાયું છે. તમામ ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધી ekyc તથા બેંક ખાતાનુ આધાર સીડીંગ – ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે ફરજિયાત કરવાનું રહેશે. તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

શું છે નવા નિયમો?

ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે કે, ખેડૂતો જુદી-જુદી 4 પધ્ધતિઓ દ્વારા પોતાનું ekyc પૂર્ણ કરી શકશે છે. ગ્રામસેવક અને વિલેજ નોડલ ઓફીસરનો સંપર્ક કરીને pm કિસાન મોબાઇલ એપ્લિકેશન પરથી ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે. સાથે જ જે લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક છે, તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા pm કિસાન પોર્ટલ પર અથવા મોબાઈલ પર OTP મોડ દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે છે.

આ પણ વાચો : ખેડૂતો માટે ખુશીના સમાચાર : પીએમ કિસાન યોજનામાં રૂ.6000ની બંડલે રૂ.8000 મળશે!

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક ન હોય તો ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી મોબાઈલ નંબર લીંક કરાવી મોબાઈલ પર OTP મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર ઈ-કેવાયસી પૂર્ણ કરી શકો છો. આ ઉપરાંત નજીકના CSC સેન્ટર પર અને ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે લાભાર્થી રૂ.15 ચાર્જ ચૂકવીને બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન દ્વારા પણ ખેડૂતો પોતાની ekyc પૂર્ણ કરાવી શકે છે.

આ પણ વાચો : નમો લક્ષ્મી યોજના 2024 : જાણો પાત્રતા અને અરજી પ્રક્રિયા

આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે

18th installment : ખેડૂત લાભાર્થીઓએ પોતાના બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું પડશે. આ ઉપરાંત આધાર સીડીંગ કરાવેલા બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફીટ ટ્રાન્સફર એટલે DBT એનેબલ કરવા માટેનું ફોર્મ પણ ભરવું પડશે. ત્યારબાદ બાંહેધરી આપી DBT એનેબલ ફરજીયાત કરવું પડશે. આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થીત રહી ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતુ ઓપન કરવી શકે છે. તમામ હપ્તા નિરંતર મળી રહે તે માટે બાકી લાભાર્થીઓએ ekyc તથા બેંક ખાતાનું આધાર સીડીંગ – ડીબીટી એનેબલ આગામી 31 જુલાઇ પહેલા પૂર્ણ કરવા નું જણાવવામાં આવ્યું છે.

18th installment

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
PM કિસાન યોજનાના શું છે નવા નિયમો?

તમામ ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધી ekyc તથા બેંક ખાતાનુ આધાર સીડીંગ – ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે ફરજિયાત કરવાનું રહેશે. તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment