Heavy rain : ગુજરાતમાં કચ્છ પાસે એક સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. ઉપરાંત એક બીજી સિસ્ટમ પણ સક્રિય બની છે. જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રેહવાની શક્યતા છે. 11, 12 અને 13 તારીખમાં વરસાદની શક્યતા છે.
આજે ક્યાં કયાં જિલ્લામાં આગાહી?
આજે 11 તારીખના રોજ વલસાડ, ભાવનગર, અમરેલી, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, ગીર સોમનાથ, સુરત, ભરૂચ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : 10, 11 અને 12 તારીખમાં ભારે વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની નવી આગાહી
12 અને 13 તારીખમાં ક્યાં ક્યાં વિસ્તારોમાં આગાહી?
Heavy rain : હવામાન વિભાગની આગાહી અનુસાર, 12 અને 13 જુલાઇએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે 13 તારીખમાં બનાસકાંઠા, પાટણ, દાહોદ, આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીએ કરી 10 અને 11 તારીખમાં બારે મેઘ ખાંગા થવાની આગાહી
રાહત કમિશનર જેનું દેવનના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજવામાં આવી હતી. જેમા 14 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : આજે રાત્રે 20 જિલ્લા સાવધાન, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હોવા છતાં વરસાદ ન વરસતા લોકોને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદીઓ કાગડોળે સારા વરસાદની રાહ જોઇ ને બેઠા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
12 અને 13 જુલાઇએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે 13 તારીખમાં બનાસકાંઠા, પાટણ, દાહોદ, આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.