શું ખેડૂતોને હવે 8000 રૂપિયા મળશે? મોદી સરકારની મોટી તૈયારી, બજેટમાં થઈ શકે છે જાહેરાત

pm kisan : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ મોદી 3.0 કાર્યકાળનું પ્રથમ બજેટ 23 જુલાઈ 2024 ના રોજ રજૂ કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે કે બજેટમાં ખેડૂતોને મોટી ભેટ મળી શકે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર PM કિસાન સન્માન નિધિ માટે અંદાજપત્રીય ફાળવણીમાં 30 ટકાનો વધારો કરીને લગભગ 80,000 કરોડ રૂપિયા કરી શકે છે.

સરકારે વચગાળાના બજેટમાં PM કિસાન સન્માન નિધિ યોજના માટે 60,000 કરોડ રૂપિયાની ફાળવણી નક્કી કરી હતી, જેમાં દરેક ખેડૂતને 6,000 રૂપિયાનું વાર્ષિક ભથ્થું મળતું હતું. જૂનના છેલ્લા સપ્તાહમાં યોજાયેલી પ્રી-બજેટ પરામર્શ બેઠકો દરમિયાન કૃષિ પ્રતિનિધિઓએ નાણામંત્રી નિર્મલા સીતારમણને માંગ કરી હતી, જેના પછી આ રકમ વધીને ખેડૂત દીઠ 8,000 રૂપિયા થઈ શકે છે.

આ પણ વાચો : 18મો હપ્તો ક્યારે મળશે? જાણો તારીખ અને ખેડૂતો માટે એક ખાસ સૂચના

8000 રૂપિયા પ્રતિ કિસ્ત આપવાની માંગ

સુત્રોએ જણાવ્યું કે પૂર્ણ બજેટમાં યુવાઓ, મહિલાઓ, ગ્રામીણ ક્ષેત્રો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલું રહેશે. રિપોર્ટ મુજબ કિસાન યુનિયનના બદ્રી નારાયણ ચૌધરીએ કહ્યું કે અમે નાણામંત્રી નિર્મલા સીતારમણને પીએમ કિસાન હેઠળ ફાળવણી 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરવા વિનંતી કરી છે. હાલમાં આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

આ પણ વાચો : તમને PM કિસાન યોજનાનો 2000નો હપ્તો નહિ મળે? બદલાઈ ગયા નિયમો, ફટાફટ કરો આ કામ

ટેક્સથી આટલા પૈસા જમા કરવાનું અનુમાન

વચ્ચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024 એ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવ્યવસ્થામાં આવક અને એક્સપેન્ડેચરનું કારણ નાણાકીય વર્ષ 25 માટે હાઈ ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ટેક્સેસનું અનુમાન લગાવ્યું હતું. કેન્દ્રએ નાણાકીય વર્ષ 2025માં ડાયરેક્ટ ટેક્સથી 21.99 લાખ કરોડ રૂપિયા અને ઈનડાયરેક્ટ ટેક્સથી 16.31 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી છે, આ સંખ્યા હજું વધી શકે છે.

આ પણ વાચો : પીએમ કિસાન યોજના 2024 માં ઓનલાઇન અરજી કરો, જાણો જરુરી પાત્રતા, દસ્તાવેજો, લાભાર્થીની સ્થિતિ અને સંપૂર્ણ વિગતો

આરબીઆઈએ આપ્યા આટલા પૈસા

તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકથી નાણાંકીય વર્ષ 2025 માટે 2.1 લાખ કરોડ રૂપિયાનો રેકોર્ડ ડિવિડન્ડની ચુકવણી પણ મળી ગઈ છે. આ રકમ સરકારના બજેટ અંદાજો અને વિશ્લેષકોની રૂ. 1.02 લાખ કરોડની અપેક્ષા કરતાં વધુ હતી અને નાણાકીય વર્ષ 23 માં રૂ. 87,416 કરોડની ડિવિડન્ડ ચૂકવણી કરતાં 141% વધુ હતી.

pm kisan

અગત્યની લિંક

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
8000 રૂપિયા પ્રતિ કિસ્ત મળશે?

નાણામંત્રી નિર્મલા સીતારમણને પીએમ કિસાન હેઠળ ફાળવણી 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરવા વિનંતી કરી છે. હાલમાં આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment