heavy rain prediction : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે. અત્યંત ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. 16, 17 અને 18 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
16 તારીખે ક્યાં કયા જિલ્લામાં વરસાદની શક્યતા?
16 તારીખના રોજ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં દેવ ભૂમિદ્વરકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ બધા વિસ્તારોમાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : 2 દિવસ ટ્રેલર સમજવું, 6-6 સિસ્ટમની અસરથી ગુજરાતને ઓળઘોળ કરશે
17 તારીખે ક્યાં કયા જિલ્લામાં વરસાદની શક્યતા?
heavy rain prediction : 17 તારીખના રોજ પણ અત્યંત ભારે વરસાદની શક્યતા છે. ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દેવભુમિ દ્વરકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય, હવે ગુજરાતમાં મચાવશે મેઘ તાંડવ, એલર્ટ જાહેર
18 તારીખે ક્યાં કયા જિલ્લામાં વરસાદની શક્યતા?
18 તારીખના રોજ 14 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા l, જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ નો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
17 તારીખના રોજ પણ અત્યંત ભારે વરસાદની શક્યતા છે. ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.