heavy rain tonight : આજે દિવસ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ધીમે ધીમે વરસાદની ગતિમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાત્રે પણ ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
આજે રાત્રે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી?
આજે રાત્રે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે અસર જોવા મળી શકે છે. ખાસ કરીને 6 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા પણ છે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં આપવામાં આવ્યું છે. આ બધા જિલ્લાઓના છૂટાછવા સ્થળો પર અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : 2 દિવસ ટ્રેલર સમજવું, 6-6 સિસ્ટમની અસરથી ગુજરાતને ઓળઘોળ કરશે
16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, તાપી, ડાંગ, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ નો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ઘણા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ છે.
આ પણ વાચો : 16, 17 અને 18 તારીખમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
આવતીકાલે કયા કયા વિસ્તારોમાં આગાહી?
heavy rain tonight : આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભુક્કા બોલાવી શકે છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લા અને દક્ષિણ ગુજરાતના પણ ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, છોટા ઉદયપુર, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં છૂટાછવા સ્થળો પર અત્યંત ભારે વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, બોટાદ, પોરબંદર, જામનગર, રાજકોટ, ડાંગ, તાપી, વડોદરા, ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાસ સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાસ સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભુક્કા બોલાવી શકે છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લા અને દક્ષિણ ગુજરાતના પણ ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.