Big prediction : રાજ્યમાં અષાઢમાં મેઘરાજા અનરાધાર વરસાદ વરસાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યકત કરી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યકત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાની ચેતવણી આપી છે. આ સાથે નદીઓમાં પૂરની શક્યતાઓ રહેશે. તેમણે જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : આજે રાત્રે 22 જિલ્લા સાવધાન, રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં અતિભારે વરસાદની સાથે નદીઓમાં પૂરના જોખમની પણ શક્યતા છે. આ સાથે તેમણે કહ્યુ કે, આગામી 24 કલાકમાં અમદાવાદ, નારોલ, સરખેજ, લાંભા, નરોડા, સાણંદ અને બાવળા વગેરે ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત અંબાલાલે જણાવ્યુ કે, સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, રાજકોટ, હળવદ, ચોટીલા, લિંબડી, જસદણ, વિછીંયામાં ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : રેડ એલર્ટ : આજે 18 જિલ્લા સાવધાન, અત્યંત ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી
બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં 16 થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં તો 15 ઈંચ વરસાદ પડે તેવી પણ શક્યતા છે.
Big prediction : આ સાથે તેમણે કહ્યું છે કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 16થી 18 તારીખમાં અતિભારે વરસાદની શક્યતા છે અને ત્યાર બાદ 20 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાચો : 16, 17 અને 18 તારીખમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
તેમણે વધુ ભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ખૂબ વરસાદ પડવાની આગાહી કરી છે. જયારે સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા ગીર-સોમનાથ, અમરેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતની સાથે અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. આ સિઝનનો સૌથી મોટો અને સારો રાઉન્ડ આજથી એટલે કે 16 જુલાઇથી ચાલુ થાય તેવી આગાહી કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં 16 થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં તો 15 ઈંચ વરસાદ પડે તેવી પણ શક્યતા છે.