Ambalal and Paresh Goswami : ગુજરાતમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા સિઝનના સૌથી મોટા અને સારા વરસાદી રાઉન્ડ અંગે નવી આગાહી કરાઈ છે. સાથે જ આ દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ રાજ્યોએ આવતાં-આવતાં કેવું સ્વરૂપ ધારણા કરશે? તેની આગાહી પણ કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ કે, 18થી 25 જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા રહેલી છે. અન્ય ભાગોમાં પણ સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પરંતુ ઓગસ્ટમાં ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શકયતા રહેલી છે.
આ પણ વાચો : 16 તારીખથી ધૂંઆધાર રાઉન્ડ શરૂ થશે, ગૂજરાત માટે પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ચોમાસાની ધરી ઉત્તર પશ્ચિમમાં સરકી રહી છે એટલે હમણાં રાજ્યના ભાગોમાં વરસાદી ઝાંપટા પડી શકે અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદી ઝાંપટા પડવાની શક્યતા રહેલી છે.
14થી 15 તારીખમાં આવશે પલટો!
Ambalal and Paresh Goswami : રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાંપટા વચ્ચે પૂર્વ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત ગરમી જોવા મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 2 દિવસ ઝાંપટા વચ્ચે ગરમી સહન કરવી પડી શકે છે. 14થી 15 જુલાઈમાં હવામાનમાં પલટો આવી શકે છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલે કરી તારીખો સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી
પરેશ ગોસ્વામી એ 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થવાની શક્યતા વ્યકત કરી છે. 16 થી 30 જુલાઈમાં રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા મળે તેવી શક્યતા છે.
ચાલુ અઠવાડિયા દરમિયાન લાલીના સક્રિય થાય તેવી પણ શક્યતા છે. જે આવું થશે તો વરસાદની નવી સિસ્ટમો સક્રિય થઈ શકે અને અનેક ભાગોમાં સારા વરસાદ થવાની શક્યતા જોવા મળી શકે છે.
આ પણ વાચો : આજે રાત્રે 17 જિલ્લા સાવધાન, ભારેથી અતિભારે વરસાદની આગાહી
16 તારીખથી નવો રાઉન્ડ શરૂ
16 તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ ચાલુ થવાની શક્યતા છે, તેમાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ બનશે અને ગુજરાત સુધી આવતાં આવતાં ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ લેઇ શકે છે.
16 તારીખથી સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતા રહેલી છે. આ સિઝનનો સૌથી મોટો અને સારો રાઉન્ડ 16 જુલાઇથી ચાલુ થાય તેવી શક્યતા પરેશ ગોસ્વામી એ વ્યકત કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ કે, 18થી 25 જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા રહેલી છે. અન્ય ભાગોમાં પણ સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પરંતુ ઓગસ્ટમાં ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શકયતા રહેલી છે.