Ambalal Patel forecast : હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઇના આગામી દિવસોમાં કેવો વરસાદ થશે તે અંગે આગાહી વ્યકત કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 5 થી 12 જુલાઇમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા છે. આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા તેમણે વ્યકત કરી છે.
આ પણ વાચો : 3, 4 અને 5 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી
Ambalal Patel forecast : આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે. નર્મદા નદી બે કાંઠે થવાની સંભાવના છે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા છે. તાપી નદીનું જળસ્તર પણ વધી શકે છે. કેટલીક નદીઓમાં પૂર આવવાની સંભાવના પણ રહેશે.
આ પણ વાચો : આજે 6 જિલ્લાઓ સાવધાન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
વરસાદ હજુ ગયો નથી : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે આગાહીમાં કહ્યું હતુ કે, અમદાવાદ અને ગાંધીનગર હજુ વરસાદ ગયો નથી. વરસાદ ખેંચાતા ઉકળાટ અને ગરમીમાં વધારો જોવા મળશે. પણ જુલાઇ માસમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. આ સાથે અંબાલાલે જણાવ્યુ કે, ધોળકા, ધંધુકા, વિરમગામ, સાણંદમાં ભારે વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં પુરની સ્થિતિ પણ જોવા મળી શકે છે.
આ પણ વાચો : બારે મેઘ ખાંગા થશે.. બે-બે સિસ્ટમ સક્રિય! ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
આ સાથે અંબાલાલ પટેલે રથયાત્રામાં હળવા વરસાદની આગાહી વ્યકત કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 5 થી 12 જુલાઇમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.