Ambalal Patel prediction : સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાત માં સાર્વત્રિક અને સારો વરસાદ જોવા મળ્યો છે. આગામી 5 દિવસ પણ વરસાદીમાં હોલ યથાવત જોવા મળશે. જોકે, સિસ્ટમ નબળી પડતાં વરસાદનું જોર ઘટવાની શક્યતા રહેલી છે. તેમ છતાં પણ આગામી 5 દિવસ માટે વાદળછાયું વાતાવરણ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પંચમહાલના વિસ્તારોમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 5 જુલાઈએ સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં આવતા ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેલી છે. 6 જુલાઈના રાજ્યના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : ફરી અતિભારે વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે? અંબાલાલ પટેલે કરી તારીખો સાથે આગાહી
Ambalal Patel prediction : 7 જુલાઈના રોજ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. કોઈ ભાગમાં વરસાદી છાંટા પડી શકે છે. દેશના પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા રહેતા ગુજરાતના મધ્યભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે.
આ પણ વાચો : 5 થી 12 તારીખમાં નવો વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહી
9 થી 11 જુલાઈમાં ભારે વરસાદની શક્યતા!
9 થી 11 તારીખમાં વરસાદની શકયતા વ્યકત કરી છે. 7થી 8માં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા તેની અસરના લીધે 14 જુલાઈ સુધીમાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. અષાઢી પાંચમે વીજળી થશે અને ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેલી છે. 14 અને 15 તારીખમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આજે રાત્રે 21 જિલ્લા સાવધાન, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
અષાઢી બીજમાં વરસાદ પડશે?
7 જુલાઈએ અષાઢી બીજ છે. બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે. બીજના દિવસે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ક્યાંક ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે, રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે. કહેવાય છે કે આષાઢી બીજના દિવસે વરસાદ થાય તો વર્ષ સારું રહેતું હોય છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પંચમહાલના વિસ્તારોમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 5 જુલાઈએ સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં આવતા ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેલી છે. 6 જુલાઈના રાજ્યના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.