Ambalal Patel : રાજ્યમાં હવે વરસાદી માહોલમાં જમાવટ આવી છે, ત્યારે આગામી દિવસોમાં પણ સારા વરસાદની શક્યતા છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ હોવાથી ઘણાં વિસ્તારો પાણીથી તરબોળ થયા છે. આવામાં આગામી સમયમાં કેવો વરસાદ જોવા મળશે તે અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદ પાછલા કેટલાક કલાકોમાં ધીમો પડ્યો છે. રથયાત્રા દરમિયાન હવામાન કેવું જોવા મળશે અને ફરી વરસાદનું જોર કઈ તારીખથી વધી શકે છે તે અંગેની માહિતી પણ અંબાલાલ દ્વારા આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 7 જુલાઈ દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરી છે. આવામાં અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યકત કરી છે.
આ પણ વાચો : આજે આ જિલ્લામાં કડાકા ભડાકા સાથે અતિભારે ભારે વરસાદની આગાહી
Ambalal Patel : આ સિવાય ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે અને તેની અસર દેશના વિવિધ ભાગોમાં જોવા મળી શકે છે.
આ પણ વાચો : 3, 4 અને 5 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી
8 થી 14 તારીખમાં ભારે વરસાદ
બંગાળના ઉપસાગરનું વહન 7થી 8 જુલાઈ દરમિયાન સક્રિય થવાની શક્યતા છે અને તે ઓડિશાથી વિશાખાપટનમ થઈને મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આવી શકે છે. અરબી સમુદ્રથી પણ એક વહન આવશે. આ બે વહનના કારણે તારીખ 8 થી 14 દરમિયાન વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
આ પણ વાચો : 5 થી 12 તારીખમાં નવો વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહી
22 તારીખ પછી અતિભારે વરસાદનો રાઉન્ડ
વધુમાં અંબાલાલ જણાવે છે કે, આ વખતે રથયાત્રાના દિવસે કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. જેના કારણે કેટલાક ભાગોમાં છાંટા થવાની પણ શક્યતાઓ રહેલી છે. જોકે, 22 તારીખ પછી બંગાળના ઉપસાગરમાં બનનારા વહનના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં ફરી ભારે વરસાદની શક્યતા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
બંગાળના ઉપસાગરનું વહન 7થી 8 જુલાઈ દરમિયાન સક્રિય થવાની શક્યતા છે અને તે ઓડિશાથી વિશાખાપટનમ થઈને મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આવી શકે છે.