Ambalal Patel rain forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસાની અને વરસાદની સ્થિતિ કેવી જોવા મળશે તે અંગેની કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ ચોઘડિયાં અને મહત્વની તિથિઓના આધારે આગાહી કરતા આવે છે. જેમાં હવે તેમણે અષાઢી બીજના દિવસે થયેલા વીજળીના ચમકારા પરથી ચોમાસુ અને વરસાદ કેવો રહેશે તે અંગેની કેટલાક શક્યતા વ્યક્ત કરી છે.
જોકે, પાછલા એક અઠવાડિયાથી વરસાદે જાણે બ્રેક મારી દીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હોળીની જ્વાળા, ટીટોડીના ઈંડા, પ્રાણીઓ અને પ્રકૃતિની હલચલ પરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હવામાનની આગાહી કરતા આવે છે. ત્યારે હવે તેમણે અષાઢી બીજ એટલે કે રથયાત્રાના દિવસે થયેલી વીજળીના આધારે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે.
આ પણ વાચો : આજે રાત્રે 14 જિલ્લા સાવધાન, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel rain forecast : અંબાલાલ પટેલે અષાઢી બીજની રાત્રે કરેલી કરેલી આગાહીમાં જણાવ્યું કે, આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે, અને અષાઢી બીજે પૂર્વ દિશામાં વીજળી જોવા મળી છે. જેથી હવે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. તારીખ 8, 9 અને 10માં ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણાં ભાગોમાં 1 ઈંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : 10 તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ! પરેશ ગોસ્વામીની નવી આગાહી
17 જુલાઈ પછી અતિ વરસાદની શક્યતા!
આ સાથે અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રના વરસાદ અંગેની આગાહીમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તારીખ 17 જુલાઈ પછી સારા વરસાદની શક્યતા રહેલી છે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે, અને અષાઢી બીજે પૂર્વ દિશામાં વીજળી જોવા મળી છે. જેથી હવે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. તારીખ 8, 9 અને 10માં ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણાં ભાગોમાં 1 ઈંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેલી છે.