Heavy rain : આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ત્યારે આજે રાત્રે પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે રાત્રે 18 જિલ્લામાં વરસાદની આગાહી
આજે રાત્રે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : 10, 11 અને 12 તારીખમાં ભારે વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની નવી આગાહી
આ સિવાય મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર ના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ એવા વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીએ કરી 3 દિવસ તોફાની વરસાદના રાઉન્ડની આગાહી
આવતીકાલે ક્યાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?
Heavy rain : આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, સુરત, તાપી, પંચમહાલ અને દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે રાત્રે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.