2 દિવસ ટ્રેલર સમજવું, 6-6 સિસ્ટમની અસરથી ગુજરાતને ઓળઘોળ કરશે

મેઘ : આજે સવારથી જ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે કલાકોમાં જ અહીં 6થી 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સાથે જ અમદાવાદ સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. આવામાં હવામાન વિભાગ દ્વારા પણ આવનારા દિવસોમાં વરસાદને લઇને આગાહી વ્યકત કરાઇ છે. ગુજરાતમાં 2 દિવસ અતિભારે વરસાદની શક્યતા છે.

Paresh Goswami

6-6 સિસ્ટમની ભારે અસર થશે

મેઘરાજા ત્રણ-ચાર દિવસ ઓળઘોળ કરશે. 6 સિસ્ટમની અસરના કારણે અનરાધાર વરસાદની શક્યતા છે. નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાત નજીક શિયર ઝોન, દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ-શોર ટ્રફ, ગુજરાત નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ટ્રફ લાઈનની અસર જોવાઈ રહી છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલની આ વિસ્તારોમાં 12 ઇંચથી વધારે વરસાદ પડવાની મોટી આગાહી

ઉપરાંત અન્ય બે પરિબળોની પણ અસર જોવા મળે તેવી શક્યતા છે. ગુજરાતની નજીક ચોમાસાની ધરી અને બંગાળની ખાડીનું લો-પ્રેશર, એમ 2 પરિબળોની અસર હવે જોવા મળશે. જ્યારે બાકીના 4 પરિબળોની અસર અત્યારે જોવા મળી રહ્યા છે. ચોમાસાની ધરી 4-5 દિવસ ગુજરાત આસપાસ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

આ પણ વાચો : ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય, હવે ગુજરાતમાં મચાવશે મેઘ તાંડવ, એલર્ટ જાહેર

આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ!

મેઘ : આજે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ અંગે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાચો : 14, 15 અને 16 તારીખમાં અત્યંત ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી

14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર!

મેઘ : ગુજરાતના 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં અમદાવાદ ઉપરાંત તાપી, ડાંગ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, અને દાહોદમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગુજરાતના બાકીના જિલ્લામાં યલો એલર્ટની શક્યતા છે. જેમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

મેઘ

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
6-6 સિસ્ટમની ભારે અસર થશે

મેઘરાજા ત્રણ-ચાર દિવસ ઓળઘોળ કરશે. 6 સિસ્ટમની અસરના કારણે અનરાધાર વરસાદની શક્યતા છે. નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાત નજીક શિયર ઝોન, દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ-શોર ટ્રફ, ગુજરાત નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ટ્રફ લાઈનની અસર જોવાઈ રહી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment