19, 20 અને 21 તારીખે આ જિલ્લા સાવધાન, ભારેથી અતિભારે વરસાદની આગાહી

rain forecast : ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે. હજુ પણ ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરિવામાં આવી રહી છે. 19, 20 અને 21 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Paresh Goswami

19 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

19 તારીખના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત અને નવસારીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. કચ્છ, જામનગર, ભાવનગર, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : વાવાઝોડા જેવો તોફાની વરસાદ, પરેશ ગોસ્વામીની નવી આગાહી

20 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

rain forecast : 20 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમરેલી ભાવનગર, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. આ બધા જિલ્લામાં છુટા છવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ ના વિસ્તારોમાં છુટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.

આ પણ વાચો : ભારે વરસાદની સ્થિતિ છતાં વાદળો વરસ્તા નથી, હજુ 3 દિવસની પરેશ ગોસ્વામીની આગાહી બાકી

21 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

21 તારીખના રોજ પણ ભારે વરસાદની શક્યતા છે. વરસાદના વિસ્તારોમાં ઘટાડો નોંધાશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. 10 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, અમરેલી, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
19 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

19 તારીખના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment