10 તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ! પરેશ ગોસ્વામીની નવી આગાહી

પરેશ ગોસ્વામીની આગાહી : આજે રાજ્યમાં ચોમાસાની ગતિ થોડી ધીમી પડી છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ક્યાં સુધી ધીમો વરસાદ અને વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે આવશે તે અંગે આગાહી કરી છે.

Paresh Goswami

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યુ છે કે, 9 તારીખ સુધી વરાપ જેવો માહોલ રહેવાની શક્યતા છે.

તેમણે જણાવ્યુ છે કે, 10 તારીખ સુધી વરસાદનો કોઇ સારો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાતી નથી. આ તારીખ સુધીમાં દક્ષિણ અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં  વરસાદી માહોલ યથાવત રહેશે. સુરત, વલસાડ, બીલીમોરા, વાપી, આહવા, ડાંગ, અંકલેશ્વર, ભરૂચ, છોટાઉદેપુર, રાજપીપળા, દાહોદ, ગોધરા અને મહીસાગર જિલ્લા માં મધ્યમથી હળવા વરસાદની શક્યતા રહેલી છે. આ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હાલ પૂરતી દેખાતી નથી.

આ પણ વાચો : ફરી અતિભારે વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે? અંબાલાલ પટેલે કરી તારીખો સાથે આગાહી

ક્યાં ક્યાં ભાગોમાં વરાપ જોવા મળશે?

પરેશ ગોસ્વામીની આગાહી : આ સાથે પરેશ ગોસ્વામી એ જણાવ્યુ છે કે, મધ્ય, ઉત્તર, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરાપ નો માહોલ રહેશે. અમુક વિસ્તારોમાં હળવા કે છૂટાછવાયા ઝાપટાં પડશે તે અપવાદરૂપ ગણવા.

આ પણ વાચો : આજે રાત્રે 14 જિલ્લામાં સાવધાન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યુ કે, હાલ અનેક વિસ્તારોમાં ગાઢ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે પરંતુ વરસાદ પડતો નથી. આ પાછળનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાંથી વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય તેના વાદળોમાં 850 HP લેવલે હોય તેવા વાદળો જ વરસાદ આપી વરસાવી શકે છે. જો આવા વાદળો આનાથી વધારે ઉપર હોય તો તે વરસાદ વરસાવી શકતા નથી. હાલ જે વાદળો છવાયેલા છે તે ઘણાં ઉપર છે. જેથી આપણે આ ગઢ વાદળોથી વરસાદની આશા રાખી શકીએ નથી.

આ પણ વાચો : પુનર્વસુ નક્ષત્ર, વરાપ અને નવા રાઉન્ડને લઈ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

10 તારીખ પછી નવો રાઉન્ડ

આ સાથે પરેશ ગોસ્વામી એ જણાવ્યુ કે, 9 અથવા 10 તારીખની આસપાસ બંગાળની ખાડીમાંથી વધુ એક સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે.

પરેશ ગોસ્વામીની આગાહી

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યુ છે કે, 9 તારીખ સુધી વરાપ જેવો માહોલ રહેવાની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment