Paresh Goswami big forecast : ગુજરાતમાં સતત વરસાદની આગાહી કરાઈ રહી છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા સિઝનના સૌથી મોટા અને સારા વરસાદી રાઉન્ડ અંગે નવી આગાહી કરી છે. સાથે જ આ દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ રાજ્યોએ આવતાં-આવતાં કેવું સ્વરૂપ ધારણા કરશે?
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યૂબ વીડિયોમાં કહ્યું કે, 12થી 15 તારીખ દરમિયાન કોઇ મોટા કે સારા વરસાદની શક્યતાઓ દેખાતી નથી. રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી, બારડોલી, નવસારી અને ડાંગમાં 15 તારીખ સુધી સારો વરસાદ જોવા મળી શકે છે. અહીં વરસાદમાં ઘટાડો થાય તેવી કોઇ શક્યતાઓ દેખાતી નથી.
આ પણ વાચો : આજે રાત્રે 13 જિલ્લામાં સાવધાન, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
15 તારીખ સુધી સામાન્ય વરસાદ!
દક્ષિણ ગુજરાતને બાદ કરતાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. 15 તારીખ સુધી માત્ર છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે, તેનાથી વિશેષ કોઇ શક્યતા હાલ દેખાતી નથી.
આ પણ વાચો : અંબાલાલ પટેલની આગાહી : 17 થી 24 જુલાઈમાં તોફાની મેઘ તાંડવ, મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ
16થી 30 જુલાઇમાં સિઝનનો સૌથી મોટો અને સારો રાઉન્ડ
Paresh Goswami big forecast : આ પછી 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થવાની શક્યતા છે. 16થી 30 તારીખમાં રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે.
ચાલુ અઠવાડિયા દરમિયાન લાલીના સક્રિય થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. જે આવું થશે તો વરસાદની નવી સિસ્ટમો સક્રિય થઈ શકે અને અનેક ભાગોમાં સારા વરસાદ થવાની શક્યતા રહે.
આ પણ વાચો : 11, 12 અને 13 તારીખમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતા?
16 તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ શકે છે, તેમાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ બનશે અને ગુજરાત સુધી આવતાં આવતાં ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ લેઇ શકે છે.
16 તારીખથી સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતા છે. આ સિઝનનો સૌથી મોટો અને સારો રાઉન્ડ 16 જુલાઇથી ચાલુ થાય તેવી શક્યતા પરેશ ગોસ્વામી એ વ્યકત કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આ પછી 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થવાની શક્યતા છે. 16થી 30 તારીખમાં રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે.