Paresh Goswami forecast : ગુજરાતમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યમાં 20 જુલાઇ સુધી વરસાદી રાઉન્ડની આગાહી વ્યકત કરવામાં આવી હતી. જોકે, માત્ર 16 તારીખે જ ભારે વરસાદ જોવા પડ્યો હતો અને 17મી તારીખે અચાનક જ વરસાદનું જોરમાં ઘટાડો થયો હતો. જોકે, ઘણી બધી સિસ્ટમ સક્રિય હોવા છતાં વરસાદ કેમ પડતો નથી? તે અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. સાથે જ તેમણે 20મી તારીખ સુધી સારા વરસાદની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદી રાઉન્ડ વિશે વાત કરતાં જણાવ્યું કે, આગાહી પ્રમાણે 16 તારીખે ભારે વરસાદ પડ્યો હતો. ગઇકાલે 17 તારીખે અચાનક જ વરસાદનું જોર ઓછું થયું હતું. 17 તારીખે આગાહી પ્રમાણે વરસાદ પડ્યો નહોતો. તેમણે કરેલ આગાહીના હજુ 3 દિવસ બાકી છે.
આ પણ વાચો : ગુજરાત પર ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય! 5 દિવસ આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની ચેતવણી
Paresh Goswami forecast : વરસાદની ગતિવિધિ અંગે પરેશ ગોસ્વામી એ જણાવ્યું કે, અત્યારે ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય મોડમાં છે. તમામ પરિબળોના આધારે જોવા જઇએ તો વરસાદ તો પડવો જોઇએ. ગુજરાત પર ઘણી બધી સિસ્ટમ સક્રિય છે છતાં પણ વરસાદ કેમ નથી પડી રહ્યો? આ એક સંશોધનનો વિષય ગણી શકાય છે.
આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ વિશે પરેશ ગોસ્વામી એ જણાવ્યું કે, બધા લક્ષણો બતાવે છે કે આ ભારેથી અતિભારે વરસાદ પડવો જોઈએ, છતાં વરસાદ પડતો નથી. હજુ આગાહીના ત્રણ દિવસ બાકી છે. આ દરમિયાન શું થાય છે તેની પર ખાસ નજર રહેશે.
આ પણ વાચો : વાવાઝોડા જેવો તોફાની વરસાદ, પરેશ ગોસ્વામીની નવી આગાહી
વરસાદી રાઉન્ડની આગાહીના હજી ત્રણ દિવસ બાકી છે. 18, 19 અને 20 એમ ત્રણ દિવસ બાકી છે. આ દરમિયાન સારા વરસાદની અપેક્ષા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદી રાઉન્ડ વિશે વાત કરતાં જણાવ્યું કે, આગાહી પ્રમાણે 16 તારીખે ભારે વરસાદ પડ્યો હતો. ગઇકાલે 17 તારીખે અચાનક જ વરસાદનું જોર ઓછું થયું હતું. 17 તારીખે આગાહી પ્રમાણે વરસાદ પડ્યો નહોતો. તેમણે કરેલ આગાહીના હજુ 3 દિવસ બાકી છે.