પુષ્ય નક્ષત્ર 2024 : વરસાદના નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને સૌથી વિશેષ મહત્વ આપવામાં આવે છે. કેમ કે પુષ્ય નક્ષત્રમાં વરસાદના પાણીને અમૃત સમાન પણ ગણવામાં આવે છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં પુષ્ય નક્ષત્ર 2024 ક્યારે બેસે છે? કયું વાહન છે? કેવો અને કેટલો વરસાદ પડશે? વરસાદ યોગ કેવા બને છે અને ભડલી વાક્યો વિશે માહિતી મેળવીશું.
પુષ્ય નક્ષત્ર 2024
સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ અષાઢ સુદ 13ને શુક્રવાર તારીખ : 19/07/2024 ના રોજ થશે. શુક્રવાર હોવાથી ખૂબ જ શુભ ગણાય. નક્ષત્રનું વાહન દેડકાનું હોવાથી પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના સારી ગણી શકાય.
આ પણ વાચો : આગામી 24 કલાક આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી
વરસાદના યોગ કેવા બને?
મિત્રો પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદ હંમેશા તોફાની ફુકતો હોય છે. કેમકે આ સમયગાળા દરમિયાન મોટેભાગે બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ અવારનવાર સક્રિય થતી હોય છે. બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમ છેક ગુજરાત સુધી જોવા મળતી હોય છે. એટલે જ ગુજરાતમાં પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન મોટેભાગે સાર્વત્રિક વરસાદના યોગ ઊભા થતા જોવા મળે છે.
આ પણ વાચો : શું ફરી વાવાઝોડું આવશે? બંગાળની ખાડીમાં હલચલ, આ ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ
પુષ્ય નક્ષત્ર અને ભડલી વાક્ય
આ ખાસ વાતનો અનુભવ કરજો કે આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વહેલી સવારે બપૈયો પક્ષી બોલે તો, એ દિવસથી ત્રણ ઘડી અથવા તો 3 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે એવી સંભાવનાઓ જોવા મળતી હોય છે. કેમકે આ વાતનો ભડલી વાક્યમાં પણ ઉલ્લેખ જોવા મળે છે.
આ પણ વાચો : આજે રાત્રે 20 જિલ્લામાં એલર્ટ, અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન જો દેવ ચકલી ધૂળમાં સ્નાન કરતી જણાય તો, પણ ભારે વરસાદની સંભાવનાના યોગ આવનારા દિવસોમાં ઊભા થતા હોય છે. આ વાત પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળે છે. કેમ કે અર્વાચીન વિજ્ઞાનના સમયમાં પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનની ઘણી બધી વાતો સત્યની મહોર મારતી જોવા મળે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ અષાઢ સુદ 13ને શુક્રવાર તારીખ : 19/07/2024 ના રોજ થશે. શુક્રવાર હોવાથી ખૂબ જ શુભ ગણાય. નક્ષત્રનું વાહન દેડકાનું હોવાથી પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના સારી ગણી શકાય.