heavy rain in Gujarat : હવામાન વિભાગ દ્વારા વરસાદની નવી આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. તો આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને કોઈ એલર્ટ આપવામાં આવ્યું આવ્યું નથી.
હવામાન વિભાગની આગાહી
આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટની આપવામાં આવ્યું છે. આજે સુરત, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટની આગાહી વ્યકત કરાઈ છે. અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : 14, 15 અને 16 તારીખમાં અત્યંત ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી
કયાં વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ?
સુરત, નવસારી, તાપી, ડાંગ,ભરૂચ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની આ વિસ્તારોમાં 12 ઇંચથી વધારે વરસાદ પડવાની મોટી આગાહી
સાયક્લોનિક સરક્યુલેશન રાજ્યમાં ભુક્કા કાઢશે
heavy rain in Gujarat : રાજ્યમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર થોડું ઘટ્યું છે. આવી સ્થિતિમાં ચોમાસાને લઇને મહત્ત્વના મોટા સમાચાર આવ્યા છે. ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ-શોર ટ્રફ રહેલો છે. જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળી રહ્યો છે.
આ પણ વાચો : આજે રાત્રે 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી
ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય!
ઉત્તર પૂર્વ અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફ-શોર ટ્રફ બનેલો છે. જેના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઠેર-ઠેર ધોધમાર વરસાદ પડ્યો છે. આ ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં 8-8 ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ-બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
સુરત, નવસારી, તાપી, ડાંગ,ભરૂચ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.