ભારે વરસાદની આગાહી : રાજ્યમાં ધીમે ધીમે વરસાદી માહોલ બની રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ભારે તો ઘણા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. આ સમયમાં નિષ્ણાતો દ્વારા ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે 14, 15 અને 16 તારીખમાં કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
14 તારીખે ક્યાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?
14 તારીખના રોજ 13 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, જુનાગઢ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા અમુક વિસ્તારોમાં રહેલી છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની વરસાદના નવા રાઉન્ડની મોટી આગાહી
15 તારીખે ક્યાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?
15 તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છુટાછવા સ્થળો પર અતિ ભારે વરસાદની પણ શક્યતા છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. પોરબંદર, જુનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચમાં યેલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલે કરી તારીખો સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી
16 તારીખે ક્યાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?
ભારે વરસાદની આગાહી : 16 તારીખના રોજ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવા સ્થળો પર અત્યંત ભારે વરસાદની શક્યતા પણ છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં છૂટાછવાયા સ્થળ પર ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. કચ્છ, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
14 તારીખના રોજ 13 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.