Heavy rain alert : દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું કે મધ્ય અને તેની નજીક ઉત્તરી બંગાળની ખાડી પર બનેલા ઓછા દબાણવાળા ક્ષેત્રના પગલે તટીય આંધ્ર પ્રદેશ અને યનમ, તેલંગણામાં 19 જુલાઈના રોજ, વિદર્ભ, દક્ષિણ છત્તીસગઢમાં 19 અને 20 જુલાઈના રોજ અને દક્ષિણ ઓડિશામાં 19 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે.
આ ઉપરાંત કોંકણ, તટીય કર્ણાટક, સાઉથ ઈન્ટીરિયર કર્ણાટક, ગોવા, ગુજરાતમાં 19 જુલાઈના રોજ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ 21 અને 22 જુલાઈના રોજ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાચો : 19, 20 અને 21 તારીખે આ જિલ્લા સાવધાન, ભારેથી અતિભારે વરસાદની આગાહી
ક્યાં ક્યાં છે આગાહી?
હવામાન ખાતાના જણાવ્યાં અનુસાર કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગણામાં 19-20 જુલાઈ મરસદની શક્યતા, સાઉથ ઈન્ટીરિયર કર્ણાટક, તટીય કર્ણાટક, ગુજરાત, તટીય આંધ્ર પ્રદેશ, યનમમાં 19 જુલાઈના રોજ વરસાદની આગાહી છે. વિદર્ભ, સાઉથ છત્તીસગઢમાં 19 અને 20 તારીખમાં વરસાદની આગાહી, સાઉથ ઓડિશામાં 19 જુલાઈના રોજ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત છત્તીસગઢ, ઓડિશા, મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઉત્તરી આંતરિક કર્ણાટકમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાયલસીમામાં 19, ગંગીય પશ્ચિમ બંગાળમાં 20 અને 22 જુલાઈના રોજ વરસાદની શક્યતા છે, ઝારખંડમાં 21 અને 22 જુલાઈના રોજ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાચો : આજે રાત્રે 16 જિલ્લા સાવધાન, હવામાન વિભાગની અત્યંત ભારે વરસાદની આગાહી
ગુજરાત માટે શું છે આગાહી?
Heavy rain alert : ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા છે. દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં માં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આજે રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગમાં ભાવનગર અને બોટાદમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આગામી 24 કલાક આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી
આણંદ, પંચમહાલ, અમદાવાદ, વડોદરામાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. શિયર ઝોન, સાયકલોનિક સરકુયુલેશન, ઓફ શૉર ટ્રફ ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. સીઝનમાં અપેક્ષિત 255 mm વરસાદની સામે 240 mm વરસાદ પડ્યો છે. સરેરાશ કરતા 6 ટકા વરસાદ ઓછો છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન ખાતાના જણાવ્યાં અનુસાર કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગણામાં 19-20 જુલાઈ મરસદની શક્યતા, સાઉથ ઈન્ટીરિયર કર્ણાટક, તટીય કર્ણાટક, ગુજરાત, તટીય આંધ્ર પ્રદેશ, યનમમાં 19 જુલાઈના રોજ વરસાદની આગાહી છે.